સુરતમાં ફરવા લાયક સ્થળો

સુરતમાં ફરવા લાયક સ્થળો

સુરત એ ગુજરાતનું એક મહત્વપૂર્ણ શહેર છે, જે તેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આકર્ષક પ્રવાસન સ્થળો માટે જાણીતું છે. અહીં મુલાકાત લેવા લાયક સ્થળો નીચે મુજબ છે.

ડુમસ બીચ : 

સુરતમાં ફરવા લાયક સ્થળો

દુમસ બીચ સુરતનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. દુમસ બીચ ગુજરાતના સુરત શહેરથી લગભગ ૨૧ કિ.મી. દૂર આવેલું છે. આ બીચના સૂર્યાસ્તના દ્રશ્યો લોકપ્રિય છે. આ બીચ પર સવારે અને સાંજના સમયે અનેક લોકો ફરવા અને આરામ કરવા માટે આવે છે. જો તમે અહીં જાઓ તો સુર્યાસ્તનો નજારો જરુર જોવા જેવો છે.આ બીચ પર ફુડ સ્ટોલ્સ પણ છે, જ્યાં પ્રખ્યાત ગુજરાતી ફરસાણ અને સ્ટ્રીટ ફૂડની મજા માણી શકાય છે. 

ગોપી તલાવ : 

સુરતમાં ફરવા લાયક સ્થળો

ગોપી તલાવ સુરતમાં આવેલું એક ઐતિહાસિક તળાવ છે. ગોપી તલાવ શહેરના કેન્દ્રમાં આવેલ હોવાથી અહીંયા આવવું વધારે સરળ બની જાય છે. આ તળાવનો ઇતિહાસ ૧૬મી સદી સુધીનો છે.  તેને મલિક ગોપીએ બનાવડાવ્યું હતું. મલિક ગોપી મૂળ તો અહમદાબાદના હતા પણ સુરતમાં વસવાટ કરતા હતા. અત્યારે તળાવ અને તેની આજુબાજુના વિસ્તારને સુધારવા અને પર્યટકો માટે વધુ આકર્ષક બનાવવાના પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે. 

સાર્ટીમ બ્રિજ : 

સાર્ટીમ બ્રિજ એક આકર્ષક આર્કિટેક્ચરલ બાંધકામ છે. આ બ્રિજ ઇ.સ. ૧૮૭૭ માં બાંધવામાં આવ્યો હતો અને તે બ્રિટિશ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જે તાપી નદી પર આવેલું છે. આ બ્રિજથી સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો ખૂબ જ સુંદર લાગે છે. સાર્ટીમ બ્રિજ સુરતના વાહનવ્યવહાર માટે એક મહત્વપૂર્ણ રસ્તો છે, જે શહેરના જુદા જુદા ભાગોને જોડે છે. 

હજીરા : 

સુરતમાં ફરવા લાયક સ્થળો

હજીરા સુરતના પશ્ચિમમાં સ્થિત એક ઔદ્યોગિક બંદર છે. તે સુરત શહેરથી લગભગ ૨૮ કિ.મી. દૂર આવેલું છે અને અરબી સમુદ્રના કિનારે વસેલું છે. હજીરા ભારતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાથે સંકળાયેલું છે. હજીરા પાસેનો દરિયા કિનારો આરામ દાયક અને મનોરંજન માટે પ્રખ્યાત છે. અહીંના બીચ પર લોકો પિકનિક માટે આવે છે.

ઉકાઇ ડેમ : 

સુરતમાં ફરવા લાયક સ્થળો

ગુજરાતના તાપી જિલ્લાના ઉકાઇ ગામ નજીક તાપી નદી પર સ્થિત છે. આ ડેમ તાપી નદી પર સુરતથી લગભગ 94 કિ.મી. દૂર આવેલ છે. ઉકાઇ ડેમ તથા તેની આસપાસની સુંદરતા અને ખીણો પર્યટકો માટે આકર્ષણ છે.

ઓલ્ડ ફોર્ટ : 

સુરતમાં ફરવા લાયક સ્થળો

આ કિલ્લો સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ કિલ્લો 16મી સદીમાં મુઘલ બાદશાહ અકબરના હુકમથી નિર્માણ કરવામાં આવ્યો હતો. કિલ્લા પરથી તાપી નદીના સુંદર દૃશ્યો જોવા મળી શકે છે. કિલ્લો દિવસના સમયે દર્શન માટે ખુલ્લો હોય છે.  આ કિલ્લામાં ગેટ વે પર સુંદર કોતરણી અને બારીક નકશી દોરેલી છે.

સુરતમાં ફરવા લાયક સ્થળો

સરદાર પટેલ મ્યુઝિયમ : 

સુરતમાં ફરવા લાયક સ્થળો

આ મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને વારસાને ઉજાગર કરવા માટે બનાવવામાં આવ્યું છે. 

સરદાર પટેલના જીવનના વિવિધ કાળખંડોને આવરી લેતી ગેલેરીઝ.

સરદાર પટેલ અને ભારતના સ્વતંત્રતા સંગ્રામના વિભિન્ન તસવીરો અને દસ્તાવેજો. સરદાર પટેલના જીવન સાથે જોડાયેલી વ્યક્તિગત વસ્તુઓ, જેમ કે કપડાં, ચશ્મા, અને અન્ય ઉપયોગી વસ્તુઓ. અંગ્રેજી શાસનના સમયગાળા અને આઝાદીના આંદોલન સાથે જોડાયેલા દસ્તાવેજો અને ફોટા.

મ્યુઝિયમ સોમવાર થી શુક્રવાર સુધી સામાન્ય રીતે 9:00 AM થી 5:00 PM સુધી ખુલ્લું હોય છે. રવિવાર અને જાહેર રજાઓ પર મ્યુઝિયમ બંધ હોઈ શકે છે.

સરથાણા પાર્ક : 

સુરતમાં ફરવા લાયક સ્થળો

સરથાણા નેચરલ પાર્ક સુરત શહેરમાં આવેલું છે અને તે ખૂબ જ લોકપ્રિય પર્યટક સ્થળ છે. આ પાર્ક તેના જીવવિજ્ઞાન અને કુદરતી સોંદર્ય માટે જાણીતું છે. પાર્કમાં વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ છે, જેમ કે, વાઘ, હાથી, ઝિબ્રા, અને વિવિધ પ્રકારના પક્ષીઓ. અહિયાં એક સરોવર પણ આવેલ છે જ્યાં સરોવરમાં નૌકાવિહારની સુવિધા ઉપલબ્ધ છે.સરથાણા નેચરલ પાર્ક સુરતના પ્રવાસીઓને કુદરતની આસપાસ રહેવાની અને પ્રાણીઓ અને પક્ષીઓના રસપ્રદ દ્રશ્યો જોવા માટે એક ઉત્તમ સ્થળ છે.

Other Post : અમદાવાદમાં ફરવા લાયક સ્થળો

ઉત્તર ગુજરાતમાં ફરવા લાયક સ્થળો

Leave a comment