ડાંગમાં જોવાલાયક સ્થળો | Dang ma jova layak sthal

ડાંગમાં જોવાલાયક સ્થળો

ડાંગમાં જોવાલાયક સ્થળો માટે સૌથી પહેલા સાપુતારાનો સમાવેશ થાય છે અને તેની ઊંચાઈ 863 m છે. સાપુતારાનો અર્થ થાય સાપનું ઘર. અહીંયા ઘણાં બધાં સાપો જોવા મળે છે. અહીંયા આદિવાસી સમાજ સાપોની પૂજા પણ કરે છે.

ગુજરાતનું સ્વર્ગ એટલે ડાંગ જિલ્લો. બધાને લાગે છે કે ડાંગમાં ફરવા જવાનું એટલે સાપુતારામાં સમય વિતાવવો પરંતુ એવું નથી સાપુતારા સિવાય પણ ડાંગ માં ફરવા માટે ઘણી જગ્યા છે.ખાસ કરી ને જો તમે શ્રદ્ધાળુ હોવ તો તમારે માટે ઘણી બધી જગ્યાઓ છે.

શબરી ધામ : 

ડાંગમાં જોવાલાયક સ્થળો

શબરી ધામમાં એક ભીલ સ્ત્રી પ્રભુ શ્રી રામને બોર ખવડાવતી જોયને તમે પણ ભાવુક થય જશો. ત્યા પંપા સરોવર અને બોર વન પણ આવેલ છે. શબરીએ પ્રભુ શ્રીરામની ઘણી બધી રાહ જોઈ હતી અને એના પછી ભગવાન શ્રીરામ તેમને ત્યાં આવ્યા હતા. શબરી પ્રભુ શ્રી રામ માટે અહીંયા દરરોજ પોતાનું આંગણું ફૂલોથી સજાવીને રાખતા અને વનમાંથી બોર લઈને પોતે સાખીને મીઠા મીઠા હોય તે રાખતા. હાલમાં પણ અહીંયા બોર વનમાં મીઠા મીઠા બોર આવેલા છે જે તમારે અહીંયા આવીને એક વાર ખાવા જોઈએ. 

ગીરમાલ ઝરણું : 

ડાંગમાં જોવાલાયક સ્થળો

ગીરમાલ ઝરણું ગુજરાતનું સૌથી ઊંચું ઝરણું છે. ચોમાસામાં વરસાદ પડવાથી પાણી આ ગિરમાલ ઝરણાંમાં આવે ત્યારે મનમોહક નજારો સર્જાય છે. ત્યા પાણી નીચે પડે ત્યારે પવનથી પાણીની ધુમ્મસ બનીને ઉપર આવે છે જે ખુબજ સરસ લાગે છે. ફોટાના શોખીનો માટે આ ઝરણા પર ખૂબ જ સારા ફોટા આવે છે અને અહીંયા તને નાહવાનો પણ આનંદ ઉઠાવી શકો છો.

સાપુતારા સન રાઈસ પોઇન્ટ : 

ડાંગમાં જોવાલાયક સ્થળો

ઊગતા સૂર્યના કિરણો જોવા માટે સવારે વેલા સાપુતારા પર પોહચી જાવ એટલે તમને ખુબ આનંદ થશે. સન રાઈસ જોવામાં તમને વધારે મજા આવશે કારણ કે સવારમાં લોકો ઊઠીને વેલા અહીંયા ઓછા આવે છે જ્યારે સાંજે સન સેટ જોવા માટે ઘણાં લોકો આવે છે. સાપુતારા પર તમે સુરજ ને ઉઠતા જોઈ જે નજારો જોવા મળે છે તે ખૂબ જ અદભુત હોય છે.

સર્પગંગા તળાવ : 

ડાંગમાં જોવાલાયક સ્થળો

આ તળાવમાં તમે સ્પોર્ટ એક્ટિવિટી કરી શકો છો. અહીંયા તમે બોટિંગ કરી શકો છો અને મસ્ત પવન અહીંયા આવે છે કારણ કે આ તળાવ ડુંગરોની વચ્ચે આવેલું છે. આ તળાવ ખુબ જ મોટું છે એટલે અહીંયા બોવ ટ્રાફિક પણ નથી અને ખુબ જ શાંતી છે. અહીંયા નજીકમાં એક બગીચો પણ છે જ્યાં તમે થોડો સમય વિતાવવી શકો છો. આ તળાવમાં તમે ખૂબ જ વધારે સમય વિતાવી શકો છો.

સાપુતારા ટેબલ પોઇન્ટ : 

ડાંગમાં જોવાલાયક સ્થળો

અહીંયા તમે સાયકલિંગ કરી શકો છો અને ઘોડા પર બેસીને ફરી શકો છો. સાપુતારા ઉપર ચડો એટલે એમ લાગે કે વાદળ તમારું જમીન પર સ્વાગત કરે છે.  ટેબલ પોઇન્ટ પર આવો એટલે એમ લાગે કે સ્વર્ગ પર આવી ગયા છો. આ જગ્યા ખૂબ જ ઊંચાઈ પર હોવાથી અહીંયા ખૂબ જ પવન આવે છે અને પહાડીઓનો નજારો પણ ખૂબ જ સારો દેખાય છે.

સાપુતારા સંગ્રહાલય : 

સાપુતારા સંગ્રહાલયમાં ત્યાંના જે લોકો છે તેમની જીવનશૈલીને વર્ણવવામાં આવેલ છે. આ સંગ્રહાલયમાં ડાંગ જિલ્લામાં જે જીવનશૈલી છે તેને પ્રદર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત આ સંગ્રહાલયમાં ડાંગ જિલ્લાના લોકો જે નૃત્ય કરે છે તેના આભૂષણો અને વસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.

વસંદા નેશનલ પાર્ક : 

ડાંગમાં જોવાલાયક સ્થળો

સાપુતારામાં આવેલ નેશનલ પાર્ક 24 કિલોમીટરમાં ફેલાયેલ છે. પહેલા અહીંયા વસુંધરાજા નું જંગલ કહેવાતું હતું તેના નામ પરથી પ્રસન્ન નેશનલ પાર્ક રાખવામાં આવેલ છે. વસંતાન નેશનલ પાર્કમાં તમે ઘણા બધા પ્રાણીઓને જોઈ શકો છો. જે લોકોને જંગલ અને પ્રાણીઓ નો શોખ હોય તે લોકોએ આ વસંતાન નેશનલ પાર્ક ફરવા આવવું જોઈએ.

ડાંગમાં જોવાલાયક સ્થળો

સાપુતારામાં તમે આખા વર્ષમાં ગમે ત્યારે ફરવા આવી શકો છો કારણ કે આખા વર્ષમાં અહીંયા બહુ તડકો પણ નથી પડતો અને ટાળ પણ નથી પડતી વાતાવરણ ખૂબ જ સારું રહેશે. સાપુતારા પહોંચવા માટે તમે હવાઈ જહાજ થી પહોંચી શકો છો જે સુરતમાં આવેલ છે જે સાપુતારાથી 156 km દૂર છે. ત્યાંથી તમે બસમાં રિક્ષામાં સાપુતારા પહોંચી શકો છો. સાપુતારા થી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વઘઈ રેલવે સ્ટેશન છે તે 50 કિલોમીટર દૂર છે. અને બસ છે આવા માટે ઘણી બધી બસો અહીંયા ગુજરાત થી આવે છે.

Other posts : જુનાગઢમાં ફરવા લાયક સ્થળો

Leave a comment