દ્વારકામાં ફરવા લાયક સ્થળો | dwark ma farva layak sthal

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

દ્વારકામાં ફરવા લાયક સ્થળો અને ત્યાં કેટલો સમય લાગશે અને કેટલો ખર્ચો થશે એ પણ જોઈએ.

દ્વારકા જવા માટે બસ પણ મળી રહેશે અને ટ્રેન દ્વારા પણ દ્વારકા પહોચી શકાય છે. દ્વારકાનો એક જ દિવસમાં દ્વારકાની આસપાસ જોવા લાયક સ્થળો જોઈએ. દ્વારકાની અંદર આવેલા બીજા સ્થળો ફરવા માટે ત્યાંથી લોકલ મીની બસ મળી જાય છે જે તમને દ્વારકામાં આજુબાજુના બધા જ સ્થળો સુધી લઈ જાય છે.

દ્વારકાધીશ મંદિર : 

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

સવારે 7:00 વાગે તમારે પહોંચી જવાનું દ્વારકાધીશ જગન્નાથ મંદિર અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાના છે. દર્શન કરવા માટે તમારે થોડો ટાઈમ મંદિરની બહાર લાઈનમાં ઊભું રહેવું પડશે. જો વધારે લોકો દર્શન કરવા માટે આવ્યા હોય તો એક કલાક આજુબાજુ સમય લાગી શકે છે.

આ ભવ્ય મંદિર સાત માળનું છે તથા સુંદર કોતવણીથી સુશોભિત છે. આ મંદિરમાં કુલ 60 સ્તંભ છે.

ગોમતીઘાટ :

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

આ એક એવી જગ્યા છે જ્યાં ગોમતી નદી અને સમુદ્રનું સંગમ થાય છે.

લોકો અહીંયા પિતૃનું શ્રાદ્ધ કરવા માટે પણ આવતા હોય છે. તો અહીંયા તમે સમુદ્ર તથા નદીનું સંગમ જોઈ શકો છો અને અહીંયા સ્નાન પણ કરી શકો છો. ગોમતી નદી ઉપર સરસ મજાનો પુલ બનાવવામાં આવ્યો છે.

રૂક્ષ્મણીમાતા મંદીર : 

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

દ્વારકા મંદિર થી 3 કિલોમીટરના અંતરે રૂક્ષ્મણી માતા નું મંદિર આવેલું છે. આ મંદિર અંદાજે 5000 વર્ષ જૂનું છે પરંતુ મંદિરની કોતર જોતા એવું મનાય છે કે આ મંદિર 2500 વર્ષ જૂનું હોવું જોઈએ. આ જગ્યા વિશે એવું કહેવાય છે કે દુર્વાસા મુનિના શ્રાપ ને કારણે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણી માતા બંને અલગ થઈ ગયા. મંદિર આજુબાજુના 19 km ના અંતરમાં ક્યાંય મીઠું પાણી મળતું નથી ફક્ત ખારું પાણી મળે છે દૂર્વસા મુનિના શ્રાપ ના કારણે. એટલે દૂર દૂરથી અહીંયા મીઠું પાણી લાવવું પડે છે ભક્તો માટે. અને એ માટે તમે અહીંયા મીઠા પાણીનું દાન કરી શકો છો. 

નાગેશ્વર જ્યોતિર્લિંગ : 

દ્વારકામાં ફરવા લાયક સ્થળો
દ્વારકામાં ફરવા લાયક સ્થળો

રુકમણી માતાના મંદિરથી 20 કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર જે ભારતના 12 જ્યોતિર્લિંગમાં નું એક છે. મંદિરની અંદર જ ગુલશન કુમારની તસવીર રાખવામાં આવે છે જેમના કારણે જ આ મંદિર નું ફરીથી સમારકામ થયું અને બાજુમાં 85 મીટર છે ભગવાન શંકરની મૂર્તિ બનાવવામાં આવી. નાગેશ્વર મંદિર ની બાજુમાં જ શનિદેવનું મંદિર પણ આવેલું છે. 

ગોપી તળાવ : 

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

નાગેશ્વર મહાદેવ મંદિર છે પાંચ કિલોમીટરના અંતરે આવેલ ગોપી તળાવ અને ગોપીનાથ મંદિર આવેલ છે. મંદિરની બહાર જ લખવામાં આવ્યું છે કે આ મંદિર અને આ જગ્યા 5000 વર્ષ જૂની છે. આ તળાવમાં સોળ હજાર ગોપી સ્નાન કરવા માટે આવેલી હતી અને પછી એમની ત્યાં જ સમાધિ આપેલ હતી અને એમાંથી ચંદન ની માટી બને છે.

બેટ દ્વારકા : 

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

ગોપી તળાવ થી 20 કિલોમીટર અંતર આવેલ બેટ દ્વારકા છે. બેટ દ્વારકા જવા માટે ઓખા થી હોડીમાં બેસીને બેટ દ્વારકા જવાનું હોય છે અને હોડી નું ભાડું ₹20 છે. ઓખા થી બેટ દ્વારકા જઈ અને આવતા બે કલાક જેટલો સમય લાગે છે. 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અહીં બેટ દ્વારકા રહેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા અહીં બેટ દ્વારકા માં મળ્યા હતા. સુદામા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને મળવા બેટ દ્વારકા આવ્યા હતા ત્યારે તે તેમની સાથે પોટલીમાં થોડા ચોખા લઈને આવ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણએ તે ચોખા ખાધા હતા અને ત્યારથી  જ ભગવાન શ્રીકૃષ્ણને અહીં ચોખા ચડાવવાની પરંપરા ચાલુ છે.

શિવરાજપુર બીચ :

દ્વારકામાં ફરવા લાયક સ્થળો
દ્વારકામાં ફરવા લાયક સ્થળો

જય દ્વારકાધીશ દ્વારકાધીશ અત્યારે વધશે શિવરાજપુર બીચ આવશે. શિવરાજપુર બીચ ગુજરાતનો સૌથી સુંદર અને સાફ બીચ છે. આ બીચ ઉપર તમે એક થી બે કલાક જેટલો સમય વિતાવી શકો છો. અહીંયા તમે સ્પોટ એક્ટિવિટી પણ કરી શકો છો અને દરિયામાં નાઈ શકો છો.

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

ભડકેશ્વર મહાદેવ મંદિર : 

દ્વારકામાં ફરવા લાયક સ્થળો

ભડકેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે. પહેલા ત્યાં આજુબાજુમાં બધે જમીન હતી પરંતુ ધીમે ધીમે દરિયાના મોજા થી આજુબાજુની જમીન દરિયામાં જમાઈ ગય અને ફક્ત આ ભડકેશ્વર મહાદેવ મંદિર ની ટેકરી જ અહીંયા બાકી રહી છે જેથી આ મંદિરને ભડકેશ્વર મહાદેવ મંદિર કહે છે અને આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે.

other post : જુનાગઢમાં ફરવા લાયક સ્થળો

Leave a comment