જૂનાગઢમાં ફરવા લાયક સ્થળો
જૂનાગઢમાં ફરવા લાયક સ્થળો જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને ઐતિહાસિક પણ છે.
જુનાગઢ ફરવા માટે બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગશે.
દામોદર કુંડ :
જુનાગઢ ફરવા આવતા પ્રવાસીઓ સૌથી પહેલા જૂનાગઢના આ દામોદર કુંડમાં સ્નાન કરીને ફરવાની શરૂઆત કરે છે. આ ખૂબ પવિત્ર સ્થળ છે. અહીંયા સ્નાન કરવાનો પણ એ વિશેષ મહિમા છે. કુંડની ચારે બાજુ પગથીયાઓ છે. દામોદર કુંડ ની બાજુમાં રેવતી કુંડ આવેલો છે. જુનાગઢ ના ગિરનાર જંગલમાંથી પસાર થતી સોનરખ નદી નું જળ પણ આ કુંડમાં મળે છે.
અશોકનો શિલાલેખ :
દામોદર કુંડમાં સ્નાન કરીને ગિરનાર પર્વત ના રોડ પર તમે આગળ વધશો એટલે ત્યાં વચ્ચે અશોકનો શિલાલેખ આવે છે. અહીં એક વિશાળ શિલા છે જેમાં પાલી અને ગામની ભાષામાં સમ્રાટ અશોકના ઉપદેશો આલેખા છે.
ભવનાથ મહાદેવ મંદીર :
અશોકનો શિલાલેખ જોયા પછી તમે આગળ વધશો એટલે તમે ભવનાથ મહાદેવ મંદિર પહોંચી જશો. આ જગ્યાની ભવનાથ તળેટી પણ કહેવામાં આવે છે. આ તળેટીમાં પ્રાચીન ભવનાથ મહાદેવ નું મંદિર આવેલું છે. શિવરાત્રી પર્વ દિગંબર સાધુઓ જ્યા સાહી સ્નાન કરે છે તે મૃગી કુંડ પણ અહીંયા આવેલ છે. ગિરનાર પર્વત ચડતા પહેલા લોકો ભવનાથ મહાદેવ ને શીશ જુકાવવાનું ભૂલતા નથી.
ગિરનાર પર્વત :
ભવનાથ મહાદેવ મંદિર ના દર્શન કરીને તમે આગળ વધશો એટલે ગિરનાર પર્વતના પ્રવેશ દ્વારે પહોંચી જઈશું. ગિરનાર પર્વત પર ઘણા બધા દેવી-દેવતાઓના વાસ છે. ખાસ તો ભગવાન ગુરુ દત્તાત્રે, માં અંબે અને કેટલાક જૈન મંદિરોના કારણે અહી દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. એમાં પણ શિવરાત્રી અને લીલી પરિક્રમા વખતે ગિરનાર ચડનારો ની સંખ્યા અનેક ગણી વધી જાય છે.
રોપવે ( ઉડન ખટોલા ) :
ગીરનાર પર્વત પર સહેલાય થી પહોંચવા માટે રોપવે સર્વિસ સૌ કોઈ લોકોને આકર્ષી રહી છે. રોપવે ઉપરથી ગિરનારનો નજારો જોવો એ પણ એક લાવો છે. આ રોપવે એશિયાનો સૌથી લાંબો ઉડાન ખટોલા છે. 24 ઓક્ટોબર 2020 ના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રોપવેનું ઉદઘાટન કર્યું હતું.
કાશ્મીરી બાપુનો આશ્રમ :
ગિરનાર ના દર્શન કરી ને આપ ફરીથી તળેટી આવો તો આપ ભવનાથ તળેટીમાંથી જ એક રસ્તો જંગલ ના માર્ગે આશરે 3 કિલોમીટર કાશ્મીરી બાપુ નો આશ્રમ આવેલો છે. કુદરતી વાતાવરણથી ઘેરાયેલા આશ્રમ પર તમને અવિરત શાંતિનો અનુભવ થશે. અહીં તમે ગમે ત્યારે આવો તમને શુદ્ધ ભોજન પ્રસાદી લીધા વગર નહીં જવા દે.
જટાશંકર મહાદેવ :
જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિર ખૂબ પ્રાચીન અને અલૌકિક છે. અહીં દેવાધી દેવ મહાદેવ જટાશંકર મહાદેવ તરીકે વિરાજમાન છે. શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. આ સ્થળ નદી, ઝરણાં અને ગાઢ વૃક્ષોથી ઘેરાયેલું છે.
દાતાર પર્વત :
દાતાર પર્વતના 3000 જેટલા પગથિયાં છે. દાતાર પર્વત ચડીને આપ યા હસરત જમિયલશા દાતાર ની દર્ગા પર પોહસી શકો છો. આ સ્થળ હિંદુ મુસ્લિમ એકતા નું પ્રતીક છે.
વિલિંગ્ડમ ડેમ :
લીલાછમ પહાડો ની વચ્ચે આવેલું વિલિંગ્ડમ ડેમ જુનાગઢ શહેરની જીવા દોરી ગણાય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ એક ફેમસ પિકનિક પોઇન્ટ પણ છે. વિક એન્ડ માં અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે.
ઉપરકોટ નો કિલ્લો :
આ એક ઐતિહાસિક ધરોહર છે. આ કિલ્લો આશરે 4000 વર્ષથી પડીખમ છે. હાલમાં જ ગુજરાત સરકારે 74 કરોડના ખર્ચે નવીનીકરણ કરાવ્યું છે અને અહીં ઘણી સુવિધાઓ વિકસાવી છે.
કડી કડી વાવ :
કહેવત છે કે “અડી કડી વાવ અને નવઘણ કુવો જેને ન જોયો તે જીવતો મૂઓ” . ઘડી ઘડી વાવ અને નવઘણ કુવો ઉપરકોટના પરિસરમાં આવેલા છે. આ વાવ ની વિશેષતા એ છે કે તેની ખોદવામાં આવી નથી પરંતુ કુદરતી ખડકો માંથી કોતરવામાં આવી છે. 123 ફૂટ ઊંડા કૂવાના તળિયા સુધી પહોંચવા માટે સાંકડી પટ્ટીમાં 166 પગથિયા બનાવવામાં આવ્યા છે.
નરસિંહ મહેતાનો ચોરો :
જૂનાગઢની એક ઓળખ એટલે નરસિંહ મહેતાની નગરી. ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલા અનેક સ્થળો જૂનાગઢમાં આવેલા છે. જેમાંનું એક મહત્વનું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો. અહી બેસીને જ નરસિંહ મહેતાએ અનેક પદો લખ્યા છે. તેમજ ભગવાન કૃષ્ણની સાચી ભક્તિ પણ કરી છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય :
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ની જૂનાગઢના જુ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1863 માં આકાર પામેલું આ જુ 200 હેક્ટર માં ફેલાયેલું છે. આ દેશનું સૌથી જૂનું જૂ પણ છે જે એશિયાઈ સિંહ સહિત અનેક દુર્લભ પ્રાણીઓનું ઘર પણ છે.
ગીરનાર સફારી પાર્ક :
જુનાગઢના ગિરના જંગલોમાં ઇન્દ્રેશ્વર નાકાથી પાતુરણ નાકા સુધી ના 13 km ના રૂટ પર સિંહ દર્શન માટે નેશર સફારી પાર્ક બનાવ્યો છે. અહીં પણ સાસનગીર ની જેમ શીપમાં બેસાડીની સિંહ દર્શન કરાવાય છે.
જુનાગઢ મ્યુઝિયમ :
ભારતમાં મ્યુઝિયમ મોની દ્રષ્ટિએ ગુજરાતનું બીજો નંબર આવે છે. જુનાગઢના આ મ્યુઝીયમમાં રાજા મહારાજાઓના વસ્ત્રો તથા હથિયારો સહિત અસંખ્ય અમૂલ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
મહાબત મકબરો :
મહાબત મકબરો પહેલી વાર જોતા તે બિલકુલ તાજમહેલ જેવો દેખાય છે. તેમાં બનેલા ઘણા ગુંબજ તેમજ ચાર મિનારા પર બનેલી સીડીઓ તેને વધુ સુંદર બનાવે છે. આ મકબરો જૂનાગઢમાં ચિતાખાના ચોક નજીક આવેલો છે. મહાબત મકબરાનું બાંધકામ વર્ષ 1878 માં મહાબત ખાનજી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ અને તેના અનુગામી બહાદુર કાનજી દ્રારા વર્ષ 1892 માં પૂર્ણ થયું.
જૂનાગઢમાં ફરવા લાયક સ્થળો
સ્વામિનારાયણ મંદિર :
આ મંદિર ની સ્થાપન સ્વયંમ સહજાનંદ સ્વામી ના વરદ હસ્તે થયેલી છે.
સહજાનંદ સ્વામીયે વર્ષ 1884 ની આસ પાસ જુનાગઢ ખાતે આ મંદિર માં રાધારમણ દેવ ની પ્રતિષ્ઠા કરી હતી.
મોતી બાગ :
જૂનાગઢ શહેર ની મધ્ય માં આવેલું મોતીબાગ એક સુંદર મજાનું ઉધ્યાન છે. અહી સવાર સાંજ મોટી સંખ્યા માં લોકો ચાલવા તેમજ ફરવા માટે આવે છે.
Other posts : દીવમાં ફરવા લાયક સ્થળો