સોમનાથ જિલ્લામાં જોવા લાયક સ્થળો
સોમનાથ જિલ્લામાં ઘણા જોવા લાયક અને ઐતિહાસિક સ્થળો છે. ચાલો આપણે જોઈએ.
Table of Contents
સોમનાથ મંદિર :
આ મંદિર હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. સમુદ્રના કિનારે આવેલ આ મંદિરના પુનઃનિર્માણમાં ઘણા શાસકોનો હાથ રહ્યો છે. ભારતના સ્વાતંત્ર્ય પેલા 1951માં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં રોજ રાત્રે સાઉન્ડ એન્ડ લાઇટ શો યોજાય છે, જેમાં મંદિરના ઇતિહાસ અને મહત્ત્વ વિશે દર્શાવાય છે.
મંદિરનો શિખર 150 ફૂટ ઊંચો છે, જેમાં સુવર્ણ કલશ અને 27 ફૂટ ઊંચો ધ્વજદંડનો સમાવેશ થાય છે.
શિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરની મુલાકાત લે છે.
કર્તિક પુર્ણિમાના દીવસે મંદિર પરિસરમાં વિશેષ મેળો ભરાય છે.
ભાલકા તીર્થ :
ભાલકા તીર્થ વેરાવળ શહેરથી લગભગ 4 કિમી દૂર આવેલું છે. ભાલકા તીર્થ એ સ્થળ છે જ્યાં જરા શિકારી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને તીર લગાવામાં આવ્યું હતું. તેથી આ સ્થાન જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે આપણી પૃથ્વી પર તેમના અવતારનો અંત કર્યો હતો.
ત્રિવેણી સંગમ :
કાપિલા, હિરણ અને સરસ્વતી નદીઓના સંગમનું સ્થળ એટલે ત્રિવેણી સંગમ . શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પાપમુક્તિ અને પુણ્ય કમાવાની આશા રાખે છે. આ સ્થાન હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે અને ભારતના પવિત્ર તીર્થસ્થાનોમાંના એક છે.
સોમનાથ બીચ :
સોમનાથ બીચ પર સૂર્યાસ્તના સમયની સુંદરતાનો આનંદ લેવું એક અભૂતપૂર્વ અનુભવ છે. બીચ પર માછીમારોની નૌકા નજરે પડે છે, જે બીચના દૃશ્યોને વધુ મોહક બનાવે છે.
સાસણ ગીર :
ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ગીર સોમનાથ જિલ્લાનું સાસણ ગામ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રવેશદ્વાર છે. ગીર એ એશિયાટિક શિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. ગીર નેશનલ પાર્કમાં સફારી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. આ સફારી દ્વારા જંગલના વિવિધ પ્રાણીઓનું નિરીક્ષણ કરી શકાય છે. હરણ, ચીતલ, નીલગાય, ચીત્તા, ભેંસ અને ષાડ જેવા અનેક વન્ય પ્રાણીઓ અને 300 થી વધુ જાતના પક્ષીઓ અહીં જોવા મળે છે.
રહેવા માટે અહિયાં સાસણ ગીર ખાતે ગુજરાત વન વિભાગના ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. ખાનગી હોટેલ અને રિસોર્ટ પણ ઉપલબ્ધ છે, જે વિવિધ શ્રેણી અને મૂલ્યમાન છે.
અહિલ્યાબાઈ મંદિર :
આ મંદિર 18મી સદીમાં મહારાષ્ટ્રની વડોદરાની રાજમાતા અહિલ્યાબાઈ હોળકરે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર તેમના નામ પર જ જાણીતું છે. મહારાણી અહિલ્યાબાઈ હોળકર એક જાણીતી મહારાણી હતી, જેમણે ભારતભરના અનેક ધર્મસ્થાનોના પુનઃનિર્માણ અને વિકાસમાં યોગદાન આપ્યું હતું. સોમનાથની યાત્રા દરમ્યાન અહિલ્યાબાઈ મંદિરે જવાનું ભૂલશો નહીં, કારણ કે તે ભગવાન શિવની ભક્તિ અને પ્રાચીન કળાને ઉજાગર કરે છે.
જલંધર બીચ :
જલંધર બીચ દિવ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે. તે એક શાંતિમય અને સુંદર બીચ છે. જે તેના સ્વચ્છ કિનારાઓ અને શાંત વાતાવરણ માટે જાણીતો છે. આ બીચ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આકર્ષેણનું કેન્દ્ર છે.
પરશુરામ મંદિર :
પરશુરામ મંદિર સોમનાથ ખાતે આવેલું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને પૌરાણિક સ્થળ છે. આ મંદિર ભગવાન પરશુરામને સમર્પિત છે, જેમને હિન્દુ પૌરાણિક કથાઓમાં વિશ્વામિત્ર ઋષિ અને સમુદ્ર મંથનની કથાઓ સાથે જોડાય છે. હિન્દુ ધર્મમાં ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. તેમણે ધરતી પર અનેક અદભૂત કાર્યો અને ન્યાય સ્થાપિત કરવા માટે જન્મ લીધો હતો તેમ માનવામાં આવે છે.
સોમનાથ જિલ્લામાં જોવા લાયક સ્થળો
સોમનાથ મંદીર જવાની સુવિધા અને રેવા ખાવાની સુવિધાઓ
સોમનાથ અને નજીકના વેરાવળમાં વિવિધ બજેટમાં હોટેલ, ધર્મશાળા અને ગેસ્ટહાઉસ ઉપલબ્ધ છે. જમવાનું પણ સારું અને સસ્તું મળી રહે છે.
એરપોર્ટ: નજીકનું એરપોર્ટ દ્વારકા અને દીવમાં છે.
રેલવે: સોમનાથ રેલવે સ્ટેશનથી સારી રીતે જોડાયેલ છે.
રોડ: સૌરાષ્ટ્રના મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
Read other posts: દ્વારકામાં ફરવા લાયક સ્થળો