Table of Contents
દીવમાં ફરવા લાયક સ્થળો
દીવ એટલે ભારતનું ગોવા. ભારતના સાત કેન્દ્રશાસિત પ્રદેશમાંથી એક છે. દીવ કે જ્યાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ગુજરાતીઓનું હોલિડે મનાવવા માટેનું માનીતું સ્થળ છે. દીવની સાચી ખુબસુરતી દીવ નો રમણીય દરિયા કિનારો છે જે દેશ-વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લાઓ, જુનવાણી સર્ચ અને બીજી ઘણી બધી સુવિધાઓ દીવમાં વિકસાવવામાં આવેલ છે. જેથી દિવસે અને દિવસે પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. એમાં પણ ડ્રીંક ના ચોખ્ખીનો માટે દીવ જન્નત સમાન છે. દીવમાં ઘણા બધા કાફે, હોટલ, રેસ્ટોરન્ટ અને બીયર બાર આવેલા છે. તેથી પ્રવાસીઓ સૌથી વધુ સમય અહીંયા વિતાવે છે અને ફરે છે. અહી એક થી એક ચડિયાતા ઘણા બધા ફરવા લાયક સ્થળો આવેલા છે. આજે હું તમને દીવના 21 સ્થળ વિશે જણાવીશ. એ સાથે જ દીવ ક્યારે ફરવા આવું, શેમાં આવવુ, કેટલો ખર્ચો થશે એ પણ જણાવીશ.
દીવ આમ તો ખૂબ જ મોટું છે જો તમારે દીવમાં બધી જગ્યાએ ફરવું હોય તો તમારું પર્સનલ વાહન લઈને જઈશો તો તમને વધારે ફરવાની મજા આવશે.
નાગવા બીચ
દીવ ફરવા માટે સૌથી પહેલા આપણે નાગવા બીચ થી શરૂઆત કરીશું. ચોમાસા દરમિયાન દીવનો નાગવા બીચ ફરવા માટે બેસ્ટ છે.
તો આ છે નાગવા બીચ જેને જોવા માટે અને જેમાં નાવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. ગુજરાતમાં આમ તો અનેક બીચ આવેલા છે પરંતુ દીવનો નાગવા બીચ ગુજરાતના નંબર વન બીચ કહેવાય છે કેમ કે આ બીચ એકદમ છીછરો છે તેમાં ડૂબવાની શક્યતા ખૂબ ઓછી છે. ઋતુ કોઈ પણ હોય દિવસ કોઈ પણ હોય પરંતુ નાગવા બીચ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. ફક્ત મોટાને જ નહીં પરંતુ નાના બાળકોને પણ નાગવા બીચ ખૂબ જ પસંદ છે. જો તમને દરિયો પસંદ છે અને તમને દરિયામાં નાહવાનું પસંદ છે તો દીવનો નાગવા બીચ તમારા માટે બેસ્ટ છે. નાગવા બીચ નો દરિયો થોડો ડોળો જરૂર છે પરંતુ તેમા નહાવા માટે બેસ્ટ છે. દરિયામાં નાહ્યા પછી મીઠા પાણીએ નાહવાની પણ સારી એવી વ્યવસ્થા છે. દીવની આજુબાજુ ની હોટલો ખૂબ જ મોંઘી છે પરંતુ જમવાનું અહીંયા ખૂબ જ સસ્તું છે.
ઘોઘલા બીચ :
ઘોઘલા બીચ તેની સુંદરતા અને રમણીયતા માટે પ્રસિદ્ધ છે. પ્રવાસીઓ નાગવા બીચ ઉપરાંત ઘોઘલા બીચ આવવાનું પસંદ કરે છે.
જલંધર બીચ :
જલંધર બીચ સુંદર અને મનમોહક લાગે છે. અહીં પણ સ્વિમિંગ કરવાની અને દરિયા કિનારે બેસવાની ખૂબ જ મજા આવે છે.
ચક્રતીર્થ બીચ :
ચક્રતીર્થ બીચ નો દરિયા કિનારે સુંદર અને રમણીય છે. જે મનને પ્રફુલ્લીત અને શાંતિ આપે છે.
ગોમતી માતા બીજ :
નાગવા બીચ થી 7 કિલોમીટર અને દીવના બસ સ્ટેન્ડ થી 13 km ના અંતરે આવેલો બીચ છે જે વણાકબોરી પાસે આવેલો છે. અહીં ગોમતી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને તેમના નામ પરથી જ આ બીજનું નામ ગોમતી માતા બીજ રાખવામાં આવ્યું છે.
પાણીકોઠા :
દીવ જાવ તો આપ દરિયાની વચ્ચે આવેલો પાણીકોઠા જોવાનું બિલકુલ ના ભૂલવું જોઈએ. હકીકતમાં આ એક જેલ હતી જેનું નિર્માણ પોર્ટુગીઝો દ્વારા 12 મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ જગ્યાએ ટુરિસ્ટ બોટ દ્વારા પહોંચી શકાય છે. અજય દેવગણની કયામત ફિલ્મનું ઘણું શૂટિંગ પણ અહીંયા કરવામાં આવ્યું છે. રાત્રે સ્પેશિયલ લાઈટ થી ઝળહળતો આ કિલ્લો ખૂબ જ સરસ લાગે છે.
એક સમયે અહીંયા જેલ હતી જ્યાં ખૂંખાર કેદીઓનું રાખવામાં આવતા હતા. તમે આ કિલ્લો ફરવા જાવ તો ઓછામાં ઓછું બે થી ત્રણ કલાક જેટલો સમય લાગશે કેમકે આ કિલ્લો ખૂબ જ મોટો છે જેથી ફરવામાં વધારે સમય લાગશે. આ કિલ્લાની ઉપરથી તમે જોશો તો તમને કંઈક નીચે આપેલ ફોટામાં જે છે તેવું દ્રશ્ય જોવા મળશે.
દીવ ફોર્ટ :
ત્રણેય બાજુથી દરિયાના પાણીથી ઘેરાયેલો આ કિલ્લો સાલ 1535 થી 1541 વચ્ચે બહાદુર શાહ અને પોર્ટુગીઝ દ્વારા બાંધવામાં આવ્યો હતો. આજે પણ આ કિલ્લાની અંદર લોખંડના ઢાંચા અને ટોપો જોવા મળશે. અહીં એક દીવાદાંડીનું પણ નિર્માણ કરાવ્યું છે.
દીવ મ્યુઝિયમ :
દીવ નો આખો ઈતિહાસ જોવો અને જાણવો હોય તો અચૂક એક વખત દીવ મ્યુઝિયમ ની મુલાકાત લેજો. સવારે 9:00 થી સાંજના 9:00 વાગ્યા સુધી આ મ્યુઝિયમ ખુલ્લું રહેશે.
સી શેલ મ્યુઝિયમ :
શંખ અને શિપલા સિવાય સમુદ્ર સૃષ્ટિના નજારા માટે આ સી શેલ મ્યુઝિયમ જોવાલાયક છે. અહીં વિવિધ પ્રકારના અને હજારોની સંખ્યામાં શંખ અને શિપલા જોવા મળે છે.
ખુકરી મ્યુઝિયમ :
ભારતીય નેવી નું યુદ્ધ જહાજ INS ખુકરી 32 વર્ષની સેવા બાદ 23 ડિસેમ્બર 2021 ના રોજ ભારતીય નેવી સેવામાંથી મુક્ત કરવામાં આવ્યું હતું. હવે તેને સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું છે. જે ભારતીય નેવીના શોર્ય અને બહાદુરીનું પ્રતીક દર્શાવે છે. 12 જૂન 2022 ના રોજ અમિત શાહે ખુકરી મ્યુઝિયમ નું ઉદઘાટન કર્યું હતું.
નાયડા ગુફાઓ :
સમુદ્રની લહેરો અને તેજ હવાઓ ના કારણે આ ગુફાઓ નિર્માણ પામી છે. નાયડાની ગુફાઓ ખૂબ જ અદભુત અને સુંદર છે. એમાં પણ જ્યારે અહીં સૂર્યના કિરણો પડે છે ત્યારે મનમોહક નજારો સર્જાય છે. ફોટોગ્રાફી ના શોખીન માટે આ એક બેસ્ટ સ્થળ છે.
તમે આ ગુફાઓ એક ફિલ્મ જોઈ હશે. લવની ભવાઈ ફિલ્મમા એક રોમૅન્ટિક સીન આ ગુફા માં ઉતારેલો છે. આ જગ્યા પણ ખૂબ જ સારી છે. પ્રીવેડિંગ પણ અહીંયા ઘણા લોકો કરે છે.
ગંગેશ્વર મંદિર :
સમુદ્ર તટ પર સ્થિત પથ્થરોની વચ્ચે આ મંદિર આવેલું છે. ભગવાન શિવ અહીં પાંચ લિંગોમાં બિરાજે છે. અહીં ખુદ દરિયાની લહેરો આ પાંચ શિવ લિંગ ઉપર પાણીનો અભિષેક કરે છે.
સેન્ટ પોલ ચર્ચ :
ઘણા બધા ઐતિહાસિક ચર્ચ આવેલા છે. જે તમને આબેહૂબ ગોવાના ચર્ચ હોય એવું લાગશે. તેમાંથી એક છે સેન્ટ પોલ ચર્ચ જે 1610 માં પોર્ટુગીઝોએ બનાવ્યું હતું. માત્ર ખ્રિસ્તી જ નહીં પરંતુ હિન્દુ મુસ્લિમ અને બધા જ ધર્મના લોકો પણ આ ચર્ચ જોવા જાય છે. દીવમાં આવતા પ્રવાસીયો અચૂક આ ચર્ચની મુલાકાત લેશે.
સેન્ટ થોમસ ચર્ચ :
આ ચર્ચનું નિર્માણ વર્ષ 1598 માં પોર્ટુગીઝોએ કર્યું હતું. આ ચર્ચ દીવનું સૌથી પ્રાચીન ચર્ચમાંથી એક છે જે દીવ કિલ્લાની બાજુમાં જ આવેલું છે.
સનસેટ પોઇન્ટ :
અહીં ચક્રતીર્થ બીચ નજીક એક ટેકરી આવેલી છે. આ ટેકરી ઉપર શંકર ભગવાનનું એક નાનકડું મંદિર આવેલું છે. અહીંથી દરિયામાં આથમતા સૂર્યને જોવાનો એક અલગ જ લાવો છે. અહીં સનસેટ નો નજારો જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.
દીવમાં ફરવા લાયક સ્થળો
ડાયનોસોર પાર્ક :
આ સ્થળ બાળકોની સાથે મોટા લોકોને પણ આકર્ષી રહ્યું છે. અલ્ટ્રા ઇનોવેટીવ થીમ આધારીત આ ડાયનોસોર પાર્ક માં ડાયનોસોર ના વિશાલ સ્ટ્રક્ચર જોવા મળે છે.
અલગ અલગ બીચ ઉપરાંત દીવની માર્કેટ પણ અહીં જાણીતી છે. કપડા ઉપરાંત અલગ અલગ વસ્તુઓનું શોપિંગ કરી શકો છો. દીવમાં એક ચાઈના માર્કેટ પણ આવેલી છે. અહીંયા સરસ વસ્તુઓ મળે છે અને ભાવ પણ ખૂબ જ ઓછા હોય છે.
જો તમે સાતમ આઠમ કે દિવાળીની રજાઓમાં દીવ ફરવા જશો તો તમને રહેવાનું અને જમવાનું ખૂબ જ મોંઘુ પડશે એટલે આ સીઝન માં ન જતા. તહેવારો ના દિવસો માં રૂમ તમને ડબલ અથવા ત્રણ ગણા ભાવે મળશે અને જમવાનું પણ તમને ખુબજ મોંઘુ પડશે.
Other posts : જુનાગઢમાં ફરવા લાયક સ્થળો