અમદાવાદમાં ફરવા લાયક સ્થળો 

અમદાવાદ ભારતનું હેરિટેજ સિટી છે.

અમદાવાદમાં ફરવા લાયક સ્થળો

અમદાવાદ ભારતનું હેરિટેજ સિટી છે.

આજે આપણે ભારતના પ્રથમ અને એકમાત્ર હેરિટેજ શહેર અમદાવાદ વિશે જોઈએ. તો ચાલો જાણીએ અમદાવાદમાં ક્યાં ફરવા જવું અને  મુલાકાત લેવા લાયક સૌથી સુંદર સ્થળો વિશે.

સાબરમતી આશ્રમ : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

સાબરમતી આશ્રમ જે હૃદય કુંજ તરીકે ઓળખાય છે. વર્ષ 1917 માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલ. તે અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલ છે. ગાંધી સ્મૃતિ, હૃદય કુંજ, વિનોબા અને મીરા કુંજ, ઉદ્યોગ મંદિર, માગન નિવાસ વગેરે સ્થળો જોવા લાયક છે. સાબરમતી આશ્રમ 8:30 AM થી 6:30 PM (દરરોજ) ખુલ્લો રહે છે.

સાબરમતી આશ્રમ માત્ર એક ઐતિહાસિક સ્થળ જ નથી પણ આ એક એવું સ્થળ છે જે આદર અને પ્રેરણાનો કેન્દ્ર છે. જ્યાં તમે ગાંધીજીના વિચારો અને જીવનશૈલીને નજીકથી અનુભવી શકો છો.

કાંકરિયા તળાવ : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

કાંકરિયા તળાવ અમદાવાદનું એક સૌથી લોકપ્રિય અને આકર્ષક પ્રવાસન સ્થળ છે. તે અમદાવાદના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલ છે અને તેની સ્થાપના 15મી સદીમાં સુલતાન કૂતબ-ઉદ-દિન ઐબક દ્વારા કરવામાં આવી હતી. આ તળાવ ગોળાકાર છે અને લગભગ 34 હેક્ટર વિસ્તાર ધરાવે છે. કાંકરિયા ઝૂ , ટોય ટ્રેન , બાલવાટિકા , નાગીનાવાડી, બોટિંગ વગેરે સ્થળો કાંકરિયા તળાવની અંદર આવેલ છે. તળાવમાં પ્રવેશ માટે ટિકિટ ફી હોય છે અને જુદી જુદી પ્રવૃત્તિ માટે અલગ-અલગ ટિકિટની ફી હોઈ છે.

અમદાવાદના પ્રસિદ્ધ જૈન મંદિર : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

આ મંદિરના ભવ્ય મંડપ અને શિલ્પો જોવાલાયક છે. અમદાવાદના આ જૈન મંદિરો તેમના શાંતિમય વાતાવરણ, સુંદર આર્કિટેક્ચર અને ધાર્મિક મહત્વ માટે જાણીતા છે. અમદાવાદમાં અનેક સુંદર જૈન મંદિરો છે. અહીંના કેટલાક પ્રસિદ્ધ જૈન મંદિરોની યાદી નીચે આપેલ છે.

1. હઠીસિંગ જૈન મંદિર

2. સાંગાનેર જૈન મંદિર

3. શ્રી સંભવનાથ જૈન દેરાસર

4. શ્રી અદિનાથ દેરાસર

5. શ્રી શંખેશ્વર પાર્સ્વનાથ દેરાસર

6. શ્રી હીરાબાગ જૈન દેરાસર

ભદ્રનો કિલ્લો : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

ભદ્રનો કિલ્લો અમદાવાદના શ્રેષ્ઠ ઐતિહાસિક સ્થળોમાં સમાવેશ થાય છે. આ કિલ્લો વર્ષ 1411 માં સુલતાન અહમદ શાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુલતાન અહમદ શાહએ અમદાવાદની સ્થાપના કરી હતી.  ભદ્રનો કિલ્લો તેની આર્કિટેક્ચરલ ડિઝાઇન અને ઐતિહાસિક સ્થળ હોવાથી ખુબજ મહત્વ ધરાવે છે. આ કિલ્લાના તમામ ભાગોને શાંતિથી જોવા અને સાંસ્કૃતિક વારસાનનો અનુભવ કરવા માટે તમારે પૂરતો સમય ફાળવવો જોઈએ.

અડાલજની વાવ : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

અડાલજની વાવ આ વિશ્વ પ્રસિદ્ધ છે. અમદાવાદથી 20 કિલોમીટર અંતરે આવેલ છે.  અડાલજની વાવનું નિર્માણ રાણી રૂડાબાઈ તેના પતિ વીર સિહની યાદમાં બનાવવામાં આવી હતી. આર્કિટેક્ચર અને સુંદર કોતરણી માટે અડાલજની વાવ ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંની દિવાલો પર પ્રખ્યાત પૌરાણિક કથાઓ તથા બારીક કોતરવામાં અક્ષરો અને છબીઓ બનાવેલ છે. આ કૂવો તે સમયે હિંદુ-મુસ્લિમ આર્કિટેક્ચરનું ભવ્ય ઉદાહરણ છે.

અક્ષરધામ : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

અમદાવાદથી આશરે 30 કિલોમીટરના અંતરે સ્થિત છે. સનાતન ધર્મમાં આસ્થાવાન બનો તેવો ભાવ વધારો થાય છે. આ સ્વામી નારાયણ સંપ્રદાયનું મંદિર છે. મંદિર સંપૂર્ણપણે પથ્થરનું બનેલું છે. જ્યાં ક્યાંય સ્ટીલનો ઉપયોગ થતો નથી. આ મંદિર ત્રણ માળનું છે. ભગવાન સ્વામિનારાયણની સંપૂર્ણ સુવર્ણ પ્રતિમા બિરાજમાન છે.

સીદીસૈયદની મસ્જિદ : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

આ મસ્જિદ મુઘલ કાળ દરમિયાન 16 મી સદીમાં બનાવેલ હતી. આ  મુઘલ કાળ દરમિયાન બનેલી છેલ્લી અને અનોખી મસ્જિદ છે. પથ્થરમાં કોતરેલા વૃક્ષનું ચિત્ર કરવામાં આવ્યું છે જે તે સમયગાળાની અદ્ભુત શૈલીને પ્રતિબિંબિત કરે છે. પથ્થર પર બનેલી આ જાળી આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

સાયન્સ સિટી : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

અમદાવાદમાં આવેલ ગુજરાતનું આ સાયન્સ સીટી લોકો માટે વિજ્ઞાન સમજવા માટે બનાવવામાં આવેલ છે. સાયન્સ સિટી અમદાવાદના મધ્ય 12 કિલોમીટર દૂર આવેલ છે અને 107 હેકટર વિસ્તારમાં આવેલી છે. સાયન્સ સિટીમાં મુખ્ય સ્થાનો 3D મેક્સ થિયેટર, મ્યુઝિકલ ફાઉન્ટેન અને એનર્જી પાર્ક વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદમાં આ જગ્યા વિજ્ઞાન ના પ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

અમદાવાદમાં ફરવા લાયક સ્થળો 

ઓટો વર્લ્ડ વિંટેજ કાર મ્યુઝીયમ : 

અમદાવાદમાં જોવાલાયક સ્થળો 

અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ પર આવેલ આ મ્યુઝિયમ શ્રી  પ્રાણલાલ દ્વારા બનાવેલ. અહીંયા પ્રવાસીઓ ખુબ જ જૂની કાર અને બાઇક જોવા માટે આવે છે. જ્યાં પ્રવાસીઓ દુર્લભ કાર અને મોટરબાઈકનું કલેક્શન જોય શકો છો. જે લોકોને કાર પસંદ હોય તે લોકો માટે આ જગ્યા ખૂબ જ મહત્વની છે. જ્યાં સો કરતાં વધુ રોલ્સ રોયસ અને મર્સિડીઝ કારના વધુ મોડલ જોઈ શકો છો.

Leave a comment